આચાર સંહિતા એટલે શું?
ચૂંટણી આચાર સંહિતા નો મતલબ ચૂંટણી પંચની સૂચના છે, જે ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી દરેક પક્ષ અને તેના ઉમેદવાર દ્વારા પાલન કરવામાં આવે છે. જો ઉમેદવાર આ નિયમોનું પાલન નહીં કરે, તો ચૂંટણી પંચ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે, તેને ચૂંટણી લડતા અટકાવી શકે છે, ઉમેદવાર સામે FIR નોંધાવી શકે છે અને જો તે દોષી સાબિત થાય છે, તો તેને જેલમાં પણ જવું પડે છે.
ચૂંટણી માટે દેશભરમાં સરકાર અને વહીવટીતંત્રને અનેક નિયંત્રણો પસાર કરે છે અને તેની સાથે આચાર સંહિતા લાગુ કરવામાં આવે છે. ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી તે પક્ષના સભ્યો માટે આચાર સંહિતા લાગુ કરવી ફરજિયાત બની જાય છે. ઉપરાંત, સામાન્ય નાગરિકને તેનો અમલ પણ કરવો પડે છે. જો સામાન્ય નાગરિક આચારસંહિતા નો ભંગ કરે તો તેને પણ નિયમ અનુસાર સજા અથવા દંડ થઈ શકે છે.
આચાર સંહિતા એટલે શું એ તો તમને ખબર પડી ગઈ હશે પરંતુ આચાર સંહિતા ના નિયમો પણ જાણવા જરૂરી છે જે નીચે મુજબ છે.
આચાર સંહિતા ના નિયમો
1. સામાન્ય નિયમો
• ચૂંટણી ની આચાર સંહિતા લાગુ થયા પછી મુખ્યમંત્રી અથવા મંત્રી કોઈ જાહેરાત કરી શકતા નથી,
• પાર્ટી કે પછી કોઈ વ્યક્તિ ચૂંટણી માટે ઝુંબેશ ચલાવી શકે નહિ, અને જમીનની પૂજા કરી ન શકે.
• કોઈ પણ પક્ષ પ્રોગ્રામ કરે તો પ્રોગ્રામ ની કિંમત સરકારી ખર્ચ માંથી લેવામાં આવતી નથી
• કોઈ સરકારી ખર્ચે પ્રોત્સાહન આપી શકે નહીં.
• જાહેર માં કોઈ પણ પક્ષ તેના પ્રચાર માટે બેનરો અથવા પોસ્ટરો મૂકી શકે નહીં.
• કોઈ પક્ષ રાજકીય સ્થળે બેઠક કરી શકે નહીં.
• સરકારી વાહનોનો ઉપયોગ ફક્ત ઘરેથી પ્રસ્થાન માટે થઈ શકે છે.
• જો કોઈ વ્યક્તિ અથવા પક્ષ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે, તો તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે, તેમને જેલ અથવા દંડ ભરવો પડશે.
2. ઘોષણાના નિયમો
• પોલીસને રેલીનો સમય, સ્થળ અને રેલી ક્યાં લઈ જવાની છે તે નક્કી કરવા દો
• રેલીનું આયોજન એવી રીતે કરો કે ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન સર્જાય.
• જો એક જ રાજકીય પક્ષો એક જ દિવસે સરઘસ સૂચવતો હોય તો પહેલા પોલીસને જાણ કરવી જોઈએ.
• રેલી કે પ્રચાર ની પ્રક્રિયામાં કોઈપણ ગેરકાયદેસર અથવા દુરુપયોગની વસ્તુ નો ઉપયોગ કરી શકો નહીં.
3. રાજકીય બેઠકો માટે નિયમો
• સભાની માહિતી અને સ્થળ પોલીસ અધિકારીઓને જાણ કરવી જોઈએ.
• જો આ તમારી પ્રથમ બેઠક છે, તો લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની પરવાનગી મેળવવી.
• જો મિટિંગમાં કોઈ વિક્ષેપ આવે તો તેને સુધારવા માટે આયોજકોએ પોલીસને મદદ કરવી જોઈએ.
4. ચૂંટણીના દિવસના નિયમો
• ચૂંટણી સ્ટાફને ઓળખકાર્ડ અથવા બિલ આપવું જરૂરી છે.
• બેલેટ પર મતદારોની કાપલીમાં કોઈ પક્ષ નું નિશાન નથી તેની ખાતરી કરો.
• મતના દિવસ પહેલાં 24 કલાક પહેલા કોઈને પણ દારૂ નું વિતરણ કરી શકાતું નથી.
• મતદાન મથકમાં અથવા તેની આસપાસ કોઈપણ પ્રકારની ભીડને મંજૂરી ન આપો.
લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ
પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી મીટિંગ્સ અને વાહનો માટે લાઉડ સ્પીકર્સનો ઉપયોગ પ્રતિબંધિત હોઈ છે. તદનુસાર, તેઓનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારોમાં સવારે 6 થી 11 અને શહેરી ક્ષેત્ર માં સવારે 6 થી 10 સુધી કરવામાં આવશે.
રાજકીય પક્ષોની વર્તણૂક અને પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સુપરવાઈઝર્સની દેખરેખ રાખવામાં આવે છે.
ચુટણી પંચ દ્વારા ઈલેકશન દરમિયાન કોઈ પણ અપ્રિય ઘટના ન બને અને ઈલેક્શન શાંતિપૂર્ણ થાય એ હેતુસર આચારસહિતા લગાવવામા આવે છે. આચારસંહિતાએ ચુટણીપંચ દ્વારા રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે જાહ્રેર કરવામા આવતી એક ગાઈડલાઈન છે, જેનુ પાલન દરેક પક્ષો અને ઉમેદવારોએ કરવુ પડે છે. વિધાનસભાની ચુટણીમા આચારસહિતા સમગ્ર રાજ્યમા લાગુ પડે છે જ્યારે લોકસભાની ચુટણીમા આચારસહિતા સમગ્ર દેશમા લાગુ પડે છે.
ચુટણી પંચ દ્વારા જાહેર કરવામા આવેલા દિશા નિર્દશો પાલન કરવામા જો રાજકીય પક્ષો અને ઉમેદવારો નિષ્ફળ જાય તો તેમના પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે અથવા તો તેમની ટિકીટ પણ રદ થઈ શકે છે. અથવા કેટલાક કેસોમા તો જેલની સજા પણ થઈ શકે છે. આચારસહિતા દરમ્યાન કોઈ પણ પ્રકારની નાણાકીય મંજુરી કે જાહેરાત કરી શકાતી નથી. રોડ રસ્તાઓ બનાવવા કે પીવાના પાણી માટે સુવિધાઓ આપવા વચન આપી શકાતા નથી. સરકારી વહીવટમા અથવા તો જાહેર ક્ષેત્રોમા કોઈપણ પ્રકારની નિમણુક કરી શકાતી નથી. શાશક પક્ષના તરફેણમા મતદારો પ્રભાવિત થાય એવા પગલા લેવામા આવતા નથી. કોઈ શિલાન્યાસ, લોકાર્પણ કે ભુમિપુજનની કામગીરી થઈ શકતી નથી. આચારસહિતા દરમ્યાન કોઈપણ પાર્ટીનો ઉમેદવાર કે પક્ષ એવા કામ કરી શકે નહી કે જેને કારણે અલગ અલગ જ્ઞાતિ, ધર્મ તથા જુદા જુદા સમુદાયો વચ્ચે મતભેદ થાય, રાજકીય પક્ષૉ અને ઉમેદાવારોની વિશેની નકારાત્મક વાતો અને કામ બાબતોની ટીકાઓ મર્યાદામા રહીને કરી શકે છે. આચારસહિતા દરમિયાન નવી યોજનાઓની જાહેરાત થઈ શક્તિ નથી. વોટીંગના દિવસે પોલીગ બુથથી ૧૦૦ મીટરના અંતરમા ચુટણી પ્રચાર થઈ શક્તો નથી. તથા કોઈ પણ પક્ષ વર્તમાનપત્ર અને બીજી જાહેરાતો માટે સરકારી તિજોરીમાથી ખર્ચ કરી શકતુ નથી તથા કોઈપણ સભાના આયોજન કરતા પહેલા સ્થાનિક સતાવાળાને જાણ કરવાની રહેશે અને રેલીઓ કે સરઘસો કાઢવી કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા માટે અગાઉથી મંજુરી લેવી જરૂરી હોય છે. ઈલેકશન કમિશનની આ ગાઈડલઈનુ પાલન દેશના દરેક પક્ષ અને દરેક ઉમેદવારોએ કરવુ પડે છે.
ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ તત્કાળ 'આદર્શ આચારસંહિતા' એટલે કે મોડલ કોડ ઑફ કન્ડક્ટ અમલમાં આવી જાય છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાર સુધી અમલમાં રહે છે.
જે મુજબ રાજકીય પક્ષો અને ઉમેદવારો 'શું કરી શકે' અને 'શું ન કરી શકે' તેની માર્ગદર્શિકા આપવામાં આવી છે.
જ્યાર સુધી આચારસંહિતા લાગુ રહે, ત્યાર સુધી સરકાર કોઈ 'નીતિ વિષયક નિર્ણય' ન લઈ શકે.
આ માર્ગદર્શિકા અંતિમ નથી હોતી, પરંતુ કેન્દ્રીય ચૂંટણી પંચ સમયાંતરે અને જરૂર ઊભી થાય તે મુજબ 'નિર્દેશ' બહાર પાડે છે.
જો કોઈ એક પક્ષ કે નાગરિકને લાગે કે 'આદર્શ આચારસંહિતા'નો ભંગ થઈ રહ્યો છે, તો તે ચૂંટણી પંચના દરવાજા ખખડાવી શકે છે.
ઉમેદવાર જ્ઞાતિ-જાતિ કે કોમની લાગણીઓને ઉશ્કેરે તેવી ભાષા ન વાપરી શકે અને તેના આધારે મતદાતાને આકર્ષવાનો પ્રયાસ ન કરી શકે.
મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ન કરી શકે.
મતદાતાને મત આપવા માટે 'પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ' રીતે 'નાણાકીય કે અન્ય કોઈ રીતે' મત આપવા માટે લાલચ ન આપી શકે.
મતદાન સમાપ્ત થાય તેના 48 કલાક પૂર્વે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જાય છે, આ ગાળા દરમિયાન ઉમેદવાર 'ડોર-ટુ-ડોર' પ્રચાર કરી શકે છે, પરંતુ સામૂહિક પ્રચાર-પ્રસારના માધ્યમો ઉપર જાહેરાત ન આપી શકે.
જોકે, ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સને કારણે તેની અસરકારકતા ઘટી ગઈ છે.
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર મતદારોને 'આકર્ષિત' કે 'પ્રભાવિત' કરી શકે તેવી જાહેરાત ન કરી શકે. આ સિવાય લોકહિતની કોઈ યોજનાનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કે ઉદ્ઘાટન ન કરી શકે.
સત્તામાં રહેલો પક્ષ સરકારી સંશાધનોનો ઉપયોગ પક્ષના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ન કરી શકે. 'સરકારી અને પ્રચારના કામ' એકસાથે ન કરી શકે.
જો સરકાર દ્વારા પ્રજાના પૈસે જાહેરાત આપવામાં આવે તો તેને આદર્શ આચારસંહિતાના ભંગ સમાન ગણવામાં આવે છે.
ત્યારબાદ તમામ સરકારી સંસાધનો (જાહેર મેદાન, હેલિપેડ, સરકારી પ્રસાર માધ્યમો ઉપર પ્રચાર સમય) વગેરે ઉપર તમામ માન્યતા પ્રાપ્ત પક્ષોનો અધિકાર સમાનપણે રહે છે.
તમામ તબક્કાનું મતદાન પૂર્ણ ન થઈ જાય, ત્યારસુધી ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ને સીસીટીવી, કેન્દ્રીય સુરક્ષાબળ અને બહુસ્તરીય સુરક્ષાની વચ્ચે સીલબંધ રૂમમાં સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે.
કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે, અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય, તે પછી જ ઍક્ઝિટ પોલ્સ બહાર પાડી શકાય છે.
અંતિમ તબક્કાના બેથી ત્રણ દિવસની અંદર મતગણતરી હાથ ધરવામાં આવે છે.