:-જાહેર વહીવટ અને ખાનગી વહીવટ વચ્ચેનો તફાવત
મનુષ્ય સામાજિક પ્રાણી છે તેને સમૂહમાં રહેવું ગમે છે.
આ સમૂહ જીવનની પ્રવૃત્તિઓના સંચાલન માટે વહીવટ એક પ્રક્રિયા તરીકે પ્રત્યેક સમયે પછી તે લગ્ન સમારંભમાં હોય કાપડની મિલ હોય કે સરકારનો રેવન્યુ વિભાગ હોય તે પ્રત્યેક માં જોવા મળે છે.
તેથી જ હેનરી ફેયોલ , મેરી ફોલેટ તથા એલ.ઉર્વિક જેવા વહીવટ શાસ્ત્રીઓ વહીવટને આધારભૂત એકતા ને ધ્યાનમાં લઇને જાહેર તથા ખાનગી વચ્ચે મતભેદ જોતા નથી.
આ વહિવટ શાસ્ત્રીઓનું માનવું છે કે બંને પ્રકારના વહીવટમાં હિસાબ-કિતાબ કાર્યાલય પ્રક્રિયા વહીવટી કુશળતા નીતિ ઘડતર અને અમન સંગઠન જાહેર સંપર્ક અને સંશોધન જેવી બાબતો બંને વહીવટ માટે જરૂરી છે.
તેથી જાહેર વહીવટ અને ખાનગી વહીવટ એવા ભેદ પાડવાની અસ્થાને છે.
પરંતુ જેવા વહીવટ શાસ્ત્રીઓ ના મતે જાહેર અને ખાનગી વહીવટ બંને જુદા જુદા વાતાવરણને પરિસ્થિતિમાં કામ કરવાનું હોવાથી બંને વચ્ચે વાસ્તવિક અર્થમાં મોટો તફાવત છે.
જાહેર અને ખાનગી વહીવટ વચ્ચેના તફાવતને આપણે અભ્યાસની સરળતા ખાતર નીચે પ્રમાણે તપાસિશું:
વાસ્તવમાં જાહેર વહીવટ અને ખાનગી વહીવટની બે શાખાઓ છે. આ બંને શાખાઓની પોતાની આગવી પ્રણાલીગત કાયદાકીય અને મૂળભૂત જરૂરિયાતોને લીધે બંનેના લક્ષણોમાં અમુક અંશે તફાવત રહે છે.
પરંતુ તેમ છતાં બંને એકબીજાના વિરોધી ન કહી શકાય વહીવટ રૂપી સિક્કાની બે બાજુ જેવા છે.
આ તફાવત મુખ્યત્વે સ્વરૂપો છે.
ગુણવત્તામાં ક્યારેક દેખાતો તફાવત સ્વરૂપ અને અન્ય કારણોને લીધે વિશેષ છે.
(૧) સંગઠન:
સંગઠન ની આવશ્યકતા બંને પ્રકારના વહીવટમાં જણાતી હોવા છતાં ખાનગી વહીવટની તુલનાએ જાહેર વહીવટનો સંગઠન નિયમની ચુસ્તતા ના માળખામાં ગોઠવાયેલું હોય છે.
- જાહેર વહીવટ નું સંગઠન નોકરશાહીના સિદ્ધાંતને આધારે જ્યારે ખાનગી વહીવટનું સંગઠન વ્યવસાયલક્ષી સ્વરૂપનો હોય છે.
(૨) મૂળભૂત ધ્યેય:
જાહેર વહીવટ નું મૂળભૂત ધ્યેય પ્રજાનું કલ્યાણ છે.
તેથી જાહેર વહીવટ ના નીતિ ઘડતર સમયે અને નીતિના અમલ દરમિયાન જાહેર વહીવટની પ્રવૃત્તિઓના સંચાલન પાછળ નફાનો હેતુ હોતો નથી.
એટલું જ નહીં કેટલીકવાર ખોટ સહન કરવી પડતી હોય તો પણ જાહેર વહીવટ લોકોની સેવા ને પ્રાથમિકતા આપીને તે પ્રવૃત્તિ ચાલુ રાખે છે.
દા.ત., ગુજરાત રાજ્ય બસ સેવા અને ભારત સરકારની રેલ્વે સેવાનો આનું ઉદાહરણ ગણાવી શકાય.
જ્યારે ખાનગી વહીવટનો પ્રાથમિક ધ્યેય નફો પ્રાપ્ત કરવાનું છે.
ખાનગી વહીવટ પોતાના એકમોની સ્થાપના અને તેનું સંચાલન નફાના ઉદેશ્યથી જ કરે છે.
(૩) કાર્યના સ્વરૂપની દ્રષ્ટિએ:
જાહેર વહીવટ ની સેવાનો વ્યાપ સામાન્ય રીતે ખૂબ જ મોટો હોય છે.
તેના કાર્યક્ષેત્રમાં થી ભાગી જ કોઈ વ્યક્તિ બાકાત રહેતી હોય છે.
દા. ત., ભારતમાં તારની ટપાલ વિભાગની સેવાઓ ભારતના પ્રત્યેક ગામડાં અને શહેરોમાં વિસ્તરેલી છે.
એટલું જ નહીં વિદેશોમાં પણ ભારતનો ટપાલ વિભાગ ટપાલ મોકલે છે.
જ્યારે ખાનગી વહીવટ સેવાઓનો વ્યાપ ખૂબ જ મર્યાદિત સ્વરૂપ નો હોય છે.
દા. ત., આંગડિયા સર્વિસ દ્વારા પણ ટપાલ અને નાણાં પહોંચાડાય છે પરંતુ આ સેવા ખૂબ જ મર્યાદિત શહેરો પૂરતી હોય છે.
(૪) જવાબદારી ની દ્રષ્ટિએ:
જાહેર વહીવટ જવાબદારી ની દ્રષ્ટિ એ લોકોને જવાબદાર હોય છે જાહેર વહીવટ માં થતી નાની બેદરકારી કે ઉચાપત મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
આવી બાબતોને લોકો અદાલતમાં પડકારી શકે છે.
રાજકીય પક્ષો ધારાસભામાં પ્રશ્નો ઉઠાવી શકે છે અને આશરે લોકમત એની વિરુદ્ધ જવાનો ડર જાહેર વહીવટની રહે છે.
જ્યારે ખાનગી વહીવટ પ્રત્યક્ષ રીતે તેના માલિકને જવાબદાર હોવાથી લોકોનો પ્રત્યક્ષ રીતે તેના ઉપર અંકુશ હોતો નથી.
(૫) કાર્યક્ષમતા ની દ્રષ્ટિએ:
જાહેર વહીવટ ની કામગીરી નિયમ પ્રમાણે ચાલતી હોવાથી અને તે નકર શાહીના માળખામાંથી પસાર થતી હોવાથી તેનું કામકાજ ધીમી ગતિએ ચાલે છે.
જ્યારે ખાનગી વહીવટમાં માર આપણા ની લાગણી હોવાથી અને તેનામાં વ્યવસાયિતા કરતા વધુ હોવાથી કામકાજ ઝડપથી અને નિપુણતાથી ચાલે છે.
(૬) સમાનતા પૂર્ણ વ્યવહારની દૃષ્ટિએ:
જાહેર વહીવટમાં સરકારી કર્મચારીએ ચોક્કસ નીતિનું પાલન કરવાનું હોય છે.
આ માટે કર્મચારીઓએ કોઇપણ જાતના ભેદભાવ વિના સમાનપણે લોકોની સેવા આપવાની હોય છે.
જ્યારે ખાનગી વહીવટમાં કર્મચારી ધંધા નું ગીત જોઈને લોકો સાથેના વર્તનમાં ફેરફાર કરી શકે છે.
(૭) નાણાકીય અંકુશ ની દ્રષ્ટિએ:
જાહેર વહીવટની પ્રવૃત્તિઓમાં થતો ખર્ચ ધારાસભાના વિનિયોગ અધિનિયમ પ્રમાણે હોય છે.
જાહેર વહીવટમાં નાણાંનો દુર્વ્યય કેવી સમાચાર જણાય તો તેની સામે ધારાસભામાં અને આમ જનતામાં ભારે વિરોધ થઇ શકે છે.
જ્યારે ખાનગી એકમ નાણાકીય નિયંત્રણ સ્થિતિસ્થાપક હોય છે કારણ કે તેમાં ખર્ચ કરનાર ને આવક મેળવનાર એકમ એક જ હોય છે.
(૮) ઇજારાશાહી અને હરીફાઈ:
જાહેર વહીવટ દ્વારા અપાતી કેટલીક સેવાઓનો હરીફાઈનું સામનો કરવો પડતો નથી.
આ બાબતમાં જાહેર વહીવટ ઇજારો ભોગવે છે એમ કહી શકાય.
દા.ત..,ભારતીય રેલવે , ટપાલ સેવા
(૯) જવાબદારી:
લોકશાહીમાં જાહેર વહીવટ લોકોના જવાબને જવાબદાર હોય છે.
આ ખૂબ જ મહત્વનું લક્ષણ છે.
જેમાંથી ખાનગી ક્ષેત્રને એકંદરે મુક્તિ મળે છે.
આ લક્ષણને કારણે જાહેર વહીવટ ના સ્વરૂપ , સંગઠન અને કાર્યક્ષમતા ખાનગી ક્ષેત્રથી જુદા પડે છે.
જ્યારે ખાનગી વહીવટને હંમેશા હરીફાઈનો સામનો કરવો પડે છે.
હવે નવી અર્થનીતિ વૈશ્વિકરણ ને લીધે હરીફાઈનું તત્વ વધુ તીવ્ર બનશે.
આમ જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે સ્વરૂપ અને જવાબદારીની દ્રષ્ટિએ તફાવત છે.
છતાં બંને વહીવટની કેટલીક આધારભૂત બાબતો છે જેનો આપણે આગળ વિચાર કર્યો છે તે સમાન હોવાથી ત્યારે ખાનગી વહીવટમાં જણાતી વ્યક્તિ ની સરકાર કોર્પોરેશનના બોર્ડમાં નિમણૂક કરે છે.