Thursday, July 15, 2021

#..History of Gujarat samachar..

⚫ આવો જાણીએ ,ગુજરાત સમાચાર વિશેની થોડી માહિતી...


Pinterest
Gujarat samachar 15-08-1947 | Vintage newspaper, How to memorize ... search on Google..

⚫ગુજરાત સમાચાર એ એક ગુજરાતી ભાષાનું દૈનિક અખબાર છે.

⚫ગુજરાત સમાચાર ગુજરાત રાજ્યમાં પ્રકાશિત થતું એક મુખ્ય ગુજરાતી અખબાર (દૈનિક સમાચારપત્ર) છે. આ વર્તમાન પત્રનું મુખ્ય કાર્યાલય ખાનપુર, અમદાવાદ શહેરમાં આવેલું છે તેનું વિતરણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ સિવાય મુંબઈ તેમ જ ન્યૂ યોર્કથી પ્રકાશિત કરવામાં આવે છે.

🔹પ્રકાર :-  દૈનિક અખબાર
🔹ફોર્મેટ :-  બ્રોડશીટ માલિકો લોક પ્રકાશન લિમિટેડ
🔹સ્થાપક :- શાંતિલાલ શાહ
🔹પ્રકાશક :-  શ્રેયંસ શાહ
🔹સંપાદક :-  બાહુબલી શાહ
🔹સ્થાપના વર્ષ :-  1932
🔹ભાષા :-  ગુજરાતી
🔹મુખ્ય મથક :-  અમદાવાદ , ગુજરાત
🔹પરિભ્રમણ :-  4,642,000
                    ( ભારતીય રીડરશિપ સર્વે 2014)
🔹વેબસાઇ :-  ગુજરાત સમાચાર .com

◾આ સમાચાર પત્ર ની સ્થાપના 1932 માં શાંતિલાલ શાહ દ્વારા કરવામાં આવી હતી. તેનો પ્રથમ અંક 19 જાન્યુઆરી 1932 ના રોજ પ્રકાશિત થયો હતો. 

◾ગુજરાત સમાચાર એ ટેલિવિઝન ચેનલ ડિસેમ્બર, 2012 માં એક ગુજરાતી ન્યૂઝ ચેનલ જીએસટીવી પણ શરૂ કરી હતી. 

🔷 જેમાં કોલમનિસ્ટ ના નામ નીચે મુજબ છે :
▪️અજિત પોપટ , પીટ પત્રકાર, લેખક અને કટારલેખક
▪️અનિલ ચાવડા , કવિ, લેખક અને કટાર લેખક
▪️બકુલ ત્રિપાઠી , વિનોદી નિબંધકાર, લેખક અને કટાર લેખક
▪️હરદ્વાર ગોસ્વામી , કવિ, લેખક અને કટારલેખક
▪️જય વસાવડા , લેખક અને કટારલેખક
▪️જોરાવરસિંહ જાદવ , લેખક, લોકસાહિત્યકાર અને કટાર લેખક
▪️કુમારપાલ દેસાઈ , લેખક, વિવેચક, સંપાદક, પત્રકાર અને કટાર લેખક
▪️મકરંદ મહેતા , લેખક, ઇતિહાસકાર અને કટાર લેખક
▪️પ્રવિણ દરજી , લેખક અને કટારલેખક
▪️રાજેશ વ્યાસ , કવિ, લેખક અને કટાર લેખક
▪️વિનોદિની નીલકંઠ , લેખક, કટારલેખક અને નવલકથાકાર 🏵️

🌸 નામ  :- પૂજા વિજયભાઈ પ્રજાપતિ
🌸 રજી. નં :- ૧૨૦૦૫૨૧૦ 
🌸 સેમેસ્ટર :- ૨ 
🌸 રજાઓનો ઉપયોગ....


Monday, July 5, 2021

#news POOJA...GOPI..💮

POOJA PRAJAPATI 
સ્લગ: ગુજરાતમાં હજુ પણ સારા વરસાદ માટે કોઈ એંધાણ નથી
લોકેશન: ગુજરાત
ગુજરાતમાં હજુ પણ સારા વરસાદ માટે કોઈ એંધાણ નથી
અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ
ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ છુટા-છવાયા વરસાદની આગાહી
ગુજરાતમાં 29% જેટલી ઘટ જોવા મળી
ખેડૂતોને વાવણી લાયક સારા વરસાદ માટે હજી જોવી પડશે રાહ
એન્કર: ગુજરાતમાં ચોમાસાના વહેલા આગમન પછી રાજ્યમાં સારો વરસાદ વરસ્યો નથી. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ દરમ્યાન છુટા છવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 4 અને 5 તારીખે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો 6 અને 7 જુલાઈ એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોને વાવણી લાયક સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદની ઘટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી છે. જ્યારે સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યાર સુધીમાં પડ્યો છે. જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો નથી જેને કારણે ગુજરાતમાં 29% જેટલી ઘટ જોવા મળી રહી છે. આ સાથે જ 3 જુલાઈ સુધીમાં રાજ્યના 23 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.જે ચિંતાજનક છે.



POOJA PRAJAPATI 
સ્લગ: શાળા-કોલેજો ખોલવા અંગે શિક્ષણમંત્રીની પ્રતિક્રિયા
લોકેશન: અમદાવાદ

શાળા-કોલેજો ખોલવા અંગે શિક્ષણમંત્રીની પ્રતિક્રિયા
નિષ્ણાંતો શિક્ષણ કથળ્યું હોવાના મેણાં મારે છે: શિક્ષણમંત્રી
ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓની નિદાન પરીક્ષા લેવાશે
કસોટી આધારિત વિદ્યાર્થીઓની ગુણવત્તા પર ભાર મુકાશે: શિક્ષણમંત્રી  

એન્કર: ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને કારણે ફરીથી શાળા અને કોલેજ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. તેવામાં સરકાર દ્વારા ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓની નિદાન પરીક્ષા લેવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે શિક્ષણમંત્રીએ કહ્યું કે, નિષ્ણાંતો શિક્ષણ કથળ્યું હોવાના મેણાં મારે છે. તેમજ તેઓએ શાળા-કોલેજ ખોલવા અંગે પણ નિવેદન આપ્યું હતું.
રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા અને કોલેજ ખોલવા અંગે શિક્ષણમંત્રી નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉચ્ચસ્તરીય બેઠકમાં શાળા-કોલેજ ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, પહેલાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે અને તે પછી ધોરણ 9,8,7,6 મુજબ સ્કૂલો ખોલવામાં આવશે. નિદાન કસોટીથી અમે વિદ્યાર્થીઓની ગુણવત્તા પર ભાર મુકીશું તેવું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.




POOJA PRAJAPATI 
સ્લગ: રાફેલ ડીલમાં ફ્રાન્સનું મોટું પગલું
લોકેશન: નેશનલ- ફ્રાન્સ 
રાફેલ ડીલમાં ફ્રાન્સનું મોટું પગલું 
કરારની તપાસ માટે જજની કરાઈ નિમણૂક
રાફેલ સોદામાં  ભ્રષ્ટાચાર અને તરફેણવાદ માટે ન્યાયાધીશે ખોલી પોલ  
એન્કર: ફ્રાન્સે 2016 માં ભારત સાથે દસોલ્ટ બિલ્ટ 36 લડાકુ વિમાનોના વેચાણ માટે ભારત સાથે કરાયેલા રાફેલ સોદામાં કથિત "ભ્રષ્ટાચાર અને તરફેણવાદ" ની તપાસ ખોલી છે. 7.8 અબજ યુરોના એટલે કે આશરે રૂ. 59,000 કરોડ મૂલ્યના સોદામાં ન્યાયિક તપાસની આગેવાની માટે ફ્રેન્ચ ન્યાયાધીશની પણ નિમણૂક કરવામાં આવી છે. એક ફ્રાંસીસી ઓનલાઈન જર્નલ મીડિયાપાર્ટના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. ફ્રાંસીસી વેબસાઈટમાં એપ્રીલ 2021માં રાફેલ સોદામાં કથિત અનિયમિતતાઓ ઉપર અનેક રિપોર્ટ પ્રકાશિત થયા હતા. એેક રિપોર્ટમાં મીડિયાપાર્ટએ દાવો કર્યો છે કે ફ્રાંસની સાર્વજનિક અભિયોજન સેવાઓની નાણાકીય અપરાધ શાખાના પૂર્વ પ્રમુખ, ઇલિયાને હાઉલેટે સહયોગિયોનો વાંધો હોવા છતાં રાફેલ જેટનો સોદામાં ભ્રષ્ટાચારમાં કથિત પુરાવાની તપાસને કોરી દીદી હતી. ઉલ્લેખનીય છે કે ,હાઉલેટે ફ્રાન્સના હિતો, સંસ્થાનોના કામકાજને સંરક્ષિત કરવાના નામ પર તપાસને રોકવાનો પોતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.




POOJA PRAJAPATI
સ્લગ: સુરતમાં યુવાનની હત્યા
લોકેશન: સુરત
સુરતના રેલવે સ્ટેશન વિસ્તારની ઘટના 
સુરતમાં એક યુવાનની કરાઈ હત્યા 
પોલીસે FSL અને ડોગ-સ્કવોડની મદદથી તપાસ શરૂ
મરનાર મજૂર હોવાની શક્યતા 
એન્કર: કોરોનાની મહામારીને કારણે અનેક લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે તેથી દિવસે ને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા સિમેન્ટના ગોડાઉનમાંથી હત્યા કરી સંતાડી દેવાયેલો મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે મરનારની ઓળખ અને હત્યા પાછળનું રહસ્ય જાણવા માટે ઇન્ફોર્મરોને કામે લગાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે એફએસએલ અને ડોગ-સ્કવોડની મદદથી આરોપીની શોધખોળ હાથધરી છે. મૃતકની હત્યા બાદ લાશને સગેવગે કરવાના ઇરાદે સરકારી સિમેન્ટના ગોડાઉનમાં સિમેન્ટની ગૂણોની વચ્ચે સંતાડી દેવાઈ હોવાનું અનુમાન છે. યુવાનની ગળા પર કપડું વીંટાળીને હત્યા કરવામાં આવી હોવાની શક્યતા છે. એટલું જ નહીં, પણ મરનાર મજૂર હોવાની શક્યતા દેખાય રહી છે. જોકે પોલીસનું માનવું છે કે મરનારની કેટલીક કડીઓ મળી ગઈ છે એટલે તેની ઓળખ થયા બાદ લગભગ હત્યાનો ગુનો ડિટેક્ટ કરવામાં સરળતા રહેશે.




Vibrant Live news story scripting

https://ashwinningstroke.blogspot.com/2021/03/blog-post_22.html

https://ashwinningstroke.blogspot.com/2021/03/blog-post_22.html