Sunday, June 13, 2021

અહેવાલ લેખન , સત્ર-૨

હું છું પૂજા પ્રજાપતિ જીવનમાં કંઈક નવા જ અનુભવની શરૂઆત....





નામ :-  પૂજા વિજયભાઈ પ્રજાપતિ

સ્થળ- અમદાવાદ


રજીસ્ટ્રેશનનંબર :- ૧૨૦૦૫૨૧૦

વર્ષ :- ૨૦૨૧-૨૨

સત્ર :- ૨


વિભાગ :- સમૂહ પ્રત્યાયન અને પત્રકારત્વ વિભાગ
               ગુજરાત વિદ્યાપીઠ
               અમદાવાદ

વિષય :- અહેવાલ લેખન

 લોગો :-



 :- પ્રસ્તાવના:-

                  સૌપ્રથમ  હું મહાદેવભાઈ દેસાઈ સમૂહ પ્રત્યાયન અને પત્રકારત્વ વિભાગ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા સંચાલિત છે. જેના સમૂહ પ્રત્યાયન અને પત્રકારત્વ વિભાગના અભ્યાસમાં સમાચારની ચેનલના અહેવાલ લેખનના ભાગરૂપે સત્ર-2 માં અભ્યાસ કરવામાં આવેલ છે. 

                  આ સંસ્થાનો મુખ્ય હેતુ વિદ્યાર્થી પોતે જ સમાચારની ચેનલનો અભ્યાસ કરી પોતાની જાતે જ માહિતી પ્રાપ્ત કરે અને અહેવાલ લેખન દ્વારા રજૂઆત કરે. 

                   મારું નામ પૂજા પ્રજાપતિ છે. મેં લાઈવ ગુજરાત ન્યુઝ બુલંદ અવાજ નામની સંસ્થામાં ૧૧ ફેબ્રુઆરી ,૨૦૨૧ થી ૪ જૂન,૨૦૨૧ સુધી કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન મને ટાઈપિંગમાં ઘણો સારો અનુભવ રહ્યો છે. 

                      હું અમદાવાદમાં આવેલ ગૂજરાત વિદ્યાપીઠમાં સમૂહ પ્રત્યાયન અને પત્રકારત્વ વિભાગમાં અભ્યાસ કરી રહી છું. મને આ પત્રકારત્વ વિભાગમાં જોડાવાનો વિચાર 2019 માં આવેલ હતો તે સમયગાળા દરમિયાન હું કોમર્સની બેચરલ ડિગ્રી પાસ કરી રહી હતી.

આ સમયગાળા દરમિયાન હું એક દિવસ કોઈ કારણોસર ગુજરાત વિદ્યાપીઠ માં આવેલ હતી ત્યારે આ વિભાગનું નામ જોતા જ મને એમ થઈ ગયું હતું કે હું ભણીશ તો આજ ભણીશ.. આવો જાણીએ ગુજરાત વિદ્યાપીઠ નો ઇતિહાસ

ઓગસ્ટ ,1920 માં, ગાંધીજી એ અસહકાર આંદોલન શરૂ કર્યું. ગાંધીજીએ દરેકને બ્રિટીશ સામ્રાજ્યના ઓનર્સ અને એવોર્ડનો બહિષ્કાર કરવાનું કહ્યું; અંગ્રેજી શિક્ષણ, અદાલતો અને વિધાનસભાઓ આપતી શાળાઓ અને ક collegesલેજો. આ અસહકાર આંદોલનનો સૌથી મહત્વનો મુદ્દો બ્રિટીશ સરકારના નિયંત્રણ હેઠળની તમામ શાળાઓ અને ક collegesલેજોનો બહિષ્કાર કરવાનો હતો. અંગ્રેજી અધ્યાપન શાળાઓ અનેક કોલેજો ખાલી કરવાના ગાંધીજીના આદેશનો મોટો પ્રતિસાદ મળ્યો હતો. હવે, એ જોવા માટે કે જે વિદ્યાર્થીઓએ પોતાનું અધવચ્ચે શિક્ષણ છોડી દીધું છે તેઓ શિક્ષણથી વંચિત નથી, રાષ્ટ્રીય વિદ્યાપીઠને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે સમયગાળા દરમિયાન સ્થાપિત તે પાંચ વિદ્યાપીઠોમાંથી, ગુજરાત વિદ્યાપીઠ એક હતી, જેને ગાંધીજીએ પોતે 18 ઓક્ટોબર, 1920 ના રોજ સ્થાપિત કર્યા હતા. ગાંધી તેમની વિદ્યાપીઠને યુવાનોને રાષ્ટ્રીય પુનર્નિર્માણના કાર્ય માટે તૈયાર કરવા અને 'હિંદ સ્વરાજ', ભારતનો પ્રારંભ કરવા ઇચ્છતા હતા. તેના સ્વપ્ન.

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના સરકારી ચાર્ટર વિના રાષ્ટ્રીય યુનિવર્સિટી તરીકે થઈ હતી. ગાંધીજી તેના જીવનકાળના કુલપતિ હતા. હતા. ગાંધીજી પછી, સરદાર વલ્લભભાઇ પટેલ, ડૉ.રાજેન્દ્ર પ્રસાદ અને મોરારજી દેસાઇએ વિદ્યાપીઠના કુલપતિ પદને શોભિત કર્યા. વધુ, ઘણી સંસ્થાઓ, કોલેજો અને શાળાઓ વિદ્યાપીઠ સાથે જોડાયેલા હતા.

ગુજરાત વિદ્યાપીઠમાં ગ્રેજ્યુએશન કક્ષાએ હિસાબ, સંગીત, રાજકીય વિજ્ઞાન, ફાર્મસી, પુરાતત્ત્વ અને ભારતીય અધ્યયનની શિક્ષા આપવામાં આવી હતી. વિદ્યાપીઠે 1930 થી 1935 ના નાગરિક અનાદર આંદોલન દરમિયાન કામચલાઉ ધોરણે કામ કરવાનું બંધ કરી દીધું હતું, બંને વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સભ્યોએ સ્વતંત્રતાની લડતમાં સક્રિયપણે ભાગ લીધો હતો, જેમાંના ઘણાની ધરપકડ કોર્ટમાં હતી. ફરીથી, 1942 થી 1945 દરમિયાન, 'ભારત છોડો' આંદોલન દરમિયાન વિદ્યાપીઠની કામગીરી અટકી ગઈ. વર્ષ 1945 પછી, વિદ્યાપીઠે ફરી એક વખત તેની પ્રવૃત્તિઓ શરૂ કરી.

જૂન 1947 માં, મહાદેવ દેસાઈ સમાજ સેવા મહા વિદ્યાલયની સ્થાપના થઈ. શરૂઆતમાં આ કોલેજમાં માત્ર ડિગ્રી કક્ષાના અભ્યાસક્રમો લેવામાં આવતા હતા. વિદ્યાપીઠના મૂલ્ય આધારિત શિક્ષણમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના મહત્વને ધ્યાનમાં લેવું. જુલાઇ 1963 માં ભારત સરકારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956 હેઠળ, તેના વિભાગ 3 હેઠળ ગુજરાત વિદ્યાપીઠને "યુનિવર્સિટી માનવામાં આવે છે" તરીકે માન્યતા આપી હતી અને ગુજરાત વિદ્યાપીઠને સહાય માટે અનુદાન આપવાનું શરૂ કર્યું હતું. યુનિવર્સિટી ઓફ યુનિવર્સિટીમાં જોડાયા પછી, ગુજરાત વિદ્યાપીઠમાં શૈક્ષણિક અભ્યાસક્રમોનું સ્તર એમ.એ., એમ.ફિલ સુધી વધારવામાં આવ્યું હતું; અને પી.એચ.ડી. સ્તર. આ ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી પ્રચાર સમિતિ; પુખ્ત શિક્ષણ, આદિજાતિ સંશોધન કેન્દ્રોની સ્થાપના ગુજરાત વિદ્યાપીઠમાં કરવામાં આવી હતી.

આજે, તે એક રાષ્ટ્રીય યુનિવર્સિટી છે જે ભારત સરકારના ચાર્ટર સાથે છે અને સેવા લક્ષી શિક્ષણના ગાંધીજીના આદર્શોને પ્રોત્સાહન આપવાની માંગ કરે છે.


  



હવે વાત કરીએ મે કરેલા ન્યુઝ ચેનલમાં કાર્યની...



       લાઈવ ગુજરાત ન્યુઝ બુલંદ અવાજ નામની સંસ્થાની શરૂઆત ૨૦૧૪ થી કરવામાં આવી હતી. આ સંસ્થા સૌથી પહેલાં અમદાવાદમાં આવેલી અમદુપુરામાં સુમન કોમ્પ્લેક્સ ખાતે શરૂ કરાઇ હતી. પણ હાલમાં આ ન્યુઝ ચેનલ શાહીબાગ સહજાનંદ કોમ્પલેક્ષમાં આવેલ છે.

                  લાઈવ ગુજરાત ન્યુઝ બુલંદ અવાજ નામની સંસ્થામાં ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ મારો પહેલો દિવસ હતો. આ દિવસે જ મારુ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો અને તે જ દિવસે મને એવું કહેવાયું હતું કે આ દિવસ થી જ તમે અમારી સંસ્થામાં જોડાઈ શકો છો. ત્યારબાદ મારુ ઇન્ટરવ્યુ લેનાર સાહેબે મને આખી ઓફિસના દરેક ડિપાર્ટમેન્ટ બતાવ્યા હતા. આ ઓફિસમાં ડેસ્ક ડિપાર્ટમેન્ટ , એડીટીંગ ડિપાર્ટમેન્ટ રાઈટિંગ ડિપાર્ટમેન્ટ આમ આ ઓફિસમાં આ પ્રકારના ડિપાર્ટમેન્ટ આવેલા છે. અને એ સંસ્થામાં કામ કરી રહેલા આખી ઓફિસના દરેક વ્યક્તિ સાથે મારો પરિચય કરાવ્યો હતો. આ દિવસે એ ઓફિસની અંદર મારા માટે દરેક વ્યક્તિઓ નવા અને નવો અંદાજ બતાવી રહ્યું હતું.  આ દિવસે મને ફક્ત ટાઈપિંગ લખતા શીખવાડવામાં આવ્યું હતું. પણ આ દિવસ મારો પહેલો દિવસ હોવાથી મને બધું ઘણું બધું અવ-નવું લાગી રહ્યું હતું. તેથી હું ઓફિસમાં કામ કરી રહેલા દરેક વ્યક્તિ શું કામ કરી રહ્યા છે તે જોઈ રહી હતી. તે દિવસ દરમિયાન મારી ટાઇપિંગ સ્પીડ સાવ ધીમી હતી ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે આ બધા આટલી ઝડપથી કામ કેવી રીતે કરી લેતા હશે..? પણ થોડાક દિવસો વિત્યા બાદ મારી ટાઈપિંગ સ્પીડમાં પણ ઘણો વધારો થયો હતો. 



એ સંસ્થામાં મારું સૌથી પહેલું કામ મને ટાઈપિંગ કરતાં શીખવાડવામાં આવ્યું હતું. મને કહેવામાં આવ્યું હતું કે ટાઈપિંગ જ આપણું પહેલું પગથિયું છે. 




                 


                  ત્યારબાદ થોડાક દિવસો વિત્યા બાદ મને એવું પણ પૂછવામાં આવ્યું હતું કે તમે કયા ડિપાર્ટમેન્ટમાં રસ ધરાવો છો..? 



                 

 આ સમયગાળા દરમિયાન મને દરેક સમાચારની સ્ક્રિપ્ટીંગ શીખવાડવામાં આવી રહી હતી ત્યારે ઘણા એવા સમાચારો પણ હતા જે મને સમજાઈ નહોતા રહ્યા ત્યારે ત્યાંના ઘણા લોકોએ મારી મદદ કરી હતી. સમાચારની સ્ક્રિપ્ટીંગ લખ્યા બાદ તેના વિડીયો પણ મૂકવાના હોવાથી મને એ વિડિયો શોધવામાં ઘણી બધી મુશ્કેલીઓ પણ પડી હતી. જે સમાચાર લખ્યા હોય તે સમાચાર ના વિડીયો પણ મુકવા ના હતા પણ એ એ સમયગાળા દરમિયાન મને કોઈ પણ વેબસાઈટ કોપી કરતા ન આવડતી હોવાથી મને વિડિયો ડાઉનલોડ કરવા માં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી ત્યારે ક્યાં કામ કરી રહેલા ઘણા બધા લોકોએ મારી મદદ કરી હતી અને અને વિડીયો ડાઉનલોડ કરતા પણ શીખવવામાં પણ આવ્યું છે. 

    આ સમયગાળા દરમિયાન મેં ઘણી બધી સ્ટોરી સ્ક્રિપ્ટીંગ કરી હતી તેની હેડલાઈન નીચે મુજબ છે. 

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ કોર કમિટી બેઠકમાં લેવાયો નિર્ણય

બંને બળતણ માં લાગી આગ 

કોરોનાના કાળમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો

 ટેક્ષ માફી અંગે નાણા મંત્રી નિર્મલા સીતારમણ ની સ્પષ્ટતા 

 બક્સર બાદ હવે યુપી બિહારની બોર્ડર પર  ગંગામાં અનેક મૃતદેહ મળ્યા

  ભારતમાં iphone નું નિર્માણ કરનારી કંપનીને મોટો આંચકો

  સરકારે માસ્ક અંગે ૧૧ મહિનામાં ૨૦૦ કરોડથી વધારે દંડ વસુલ્યો

 કોરોના ની લહેર સામે લડતા કોર કમિટી અને ટાસ્કફોર્સ વચ્ચે મહત્ત્વની બેઠક

 ઓક્સિજન ભરેલી ટેન્કર ગાયબ, 400 દર્દીઓ ના જીવ જોખમમાં 

 કોરોના અચાનક નહિ પ્લાનિંગ સાથે દુનિયામાં લવાયો

 ચીને કોરોના ફેલાવીને ત્રીજા વિશ્વયુદ્ધ મંડાણ કર્યું 

 પહેલી જૂનથી ગૂગલની આ સર્વિસ વાપરવા માટે તમારે ચૂકવવો પડશે ચાર્જ

 રસીકરણ મુદ્દે દખલગીરી ન કરવા કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટની ટકોર

રાજસ્થાનમાં ૧૪ દિવસના લોકડાઉન ને પગલે ગુજરાત રાજસ્થાનની બોર્ડર સિલ  

બુહાન લેબ ચીનના સૈન્યને  પ્રાણીઓમાંથી વાયરસ શોધવામાં કરતી હતી મદદ 

 હેમંત વિસ્વા શર્માએ આસામમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા  

 અફઘાનિસ્તાનમાં સ્કુલની નજીક માં બ્લાસ્ટ 40 થી વધુના મોત

 અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માં કોરોના નો કહેર

ઓક્સિજન મુદ્દે સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી

કોરોના ને લઇ ચીનનો સૌથી મોટો ખુલાસો

ચીનનું 21 ટનનું રોકેટ ક્રેશ

 ટૂંક સમયમાં જ મળી શકે છે ચોથી વેક્સિન

 પડોશી દેશમાં પહેલીવાર હિન્દુ છોકરી બની આસિસ્ટન્ટ કમિશનર

ભારત માટે કમલા હેરિસ એ આપણું મોટું નિવેદન

ભારતીય ટીમનો આ ફાસ્ટ બોલર કોરોના ના સકંજામાં

રૂમમાં સિગારેટના ધુમાડાની જેમ ફેલાઇ શકે છે કોરોનાવાયરસ

આજેસીએમ રૂપાણી ને ફરી બોલાવી મોટી બેઠક

અનંતયાગમાં મોટું ઓપરેશન તોઇબાના ત્રણ આતંકી ઠાર

 આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ

પંજાબને ઓક્સિજન આપવા માટે ગુજરાતને કેન્દ્ર સરકારનો આદેશ 

બીજી લહેર નો અંત નજીક 

 વડાપ્રધાનની G-7 દેશોની મુલાકાત રદ

 કોરોના ની ત્રીજી લહેર સામે લડવા ગુજરાત સરકાર માસ્ટર પ્લાન તૈયાર કરશે

 ૧૯-૨૦ મેના રોજ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા

 ૨૦૨૭ પહેલા જ ભારતની વસ્તી ચીન કરતાં પણ વધી જશે

 ઇઝરાયલ પેલેસ્ટાઇન વચ્ચે હુમલા મુદ્દે ભારતે આપ્યું મોટું નિવેદન

રાજસ્થાન સરકાર મંગાવશે વિદેશી વેક્સિન

વધતાં સંક્રમણને લઈને WHOનો મોટો ઘટસ્ફોટ

ઇઝરાયલ એક જ રાતમાં 1000 રોકેટ છોડ્યા

ધ્યાન હટાવવામાં માહિર છે ભારતીય ટીમ

ભારતમાં કોરોના એ મોદીનું કદ ઘટાડી દીધું 

વર્ષના અંત સુધી તમામને મળી જશે રસી...

રાજકોટ નીેંગો માર્કેટ માં લાગી આગ 

કોરોના અંગે ગુજરાત માટે આવ્યા રાહતના સમાચાર

બુદ્ધિનું પ્રદર્શન કરતાં ભાજપના નેતા 

સરકારે ટીમ ઈન્ડિયાને આપી વિશેષ છૂટ

અંતરિક્ષમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન સાથે ટકરાયો કાટમાળ વિશ્વ યુદ્ધ દરમિયાન ગુમ થયેલા સૈનિકોને ગુજરાતમાં શોધશે  અમેરિકા

સાઉદી અરબ ના લાઉડ સ્પીકરના અવાજ પર નિયંત્રણ કેમ મુકાયું...?

દિલ્હી નથી રહ્યું સુરક્ષિત જાહેરમાં થયું શખ્સની મર્ડર 

નેફતાલી મેનેટ બનશે ઈઝરાયલના નવા વડાપ્રધાન

ઇઝરાયલમાં નેતાની યાહૂનો શાસન થયું સમાપ્ત

આમ , મેં ઘણી બધી સ્ટોરીઓ લખી અને મારા દ્વારા લખવામાં આવેલ બધી જ સ્ટોરી ઓ ઓન એર થયેલ છે. 


હું થોડીક આ સંસ્થા વિશે પણ માહિતી આપવા માંગું છું. 


 🛑 હું આ સંસ્થા વિશે મારા નકારાત્મક વિચારો જણાવવા માંગીશ..

આ સંસ્થામાં મને સ્ટાફ ની જરૂરિયાત હોય તેવું લાગી રહ્યું છે. 

આ સંસ્થામાં ઘણીવાર નેટવર્ક પ્રોબ્લેમ આવવાથી ઓફિસનું  દરેક કામ અટકી પડે છે.

આ ઓફિસમાં દરેક વ્યક્તિ એકબીજાની ટીકા કરી રહ્યું હોય છે.

આ ચેનલ એક youtube ચેનલ છે.

આ ચેનલમાં પરસ્પર સંપની ભાવનાઓ નથી.

આ ચેનલ ના સમાચાર સમયસર યુટ્યુબ પર અપલોડ કરવામાં આવતા નથી.


🌿 આ ચેનલ વિશે મારા હકારાત્મક વિચારો..

આ ચેનલમાં કાર્ય નું ભારણ ખૂબ જ ઓછું હોય છે.

આ ચેનલમાં દરેક વ્યક્તિઓ પોતાની સ્વતંત્રતાથી કાર્ય કરતા હોય છે.

આ સંસ્થા નું વાતાવરણ ખુબ જ સરસ છે. 

આ ચેનલમાં દરેક કર્મચારીઓની ભાવના દરેક વ્યક્તિઓને મદદ કરવાની હોય છે.

આ ચેનલમાં મને ઘણા કડવા અને ઘણા મીઠા પણ અનુભવો થયા છે.


🏵️ નામ :-  પૂજા વિજયભાઈ પ્રજાપતિ

🏵️ રજીસ્ટર નંબર :- ૧૨૦૦૫૨૧૦

🏵️ વિષય :- ઇન્ટર્નશીપ અહેવાલ લેખન

🏵️ સમૂહપ્રત્યાયન અને પત્રકારત્વ વિભાગ 

🏵️ ગુજરાત વિદ્યાપીઠ , અમદાવાદ













https://ashwinningstroke.blogspot.com/2021/03/blog-post_22.html

https://ashwinningstroke.blogspot.com/2021/03/blog-post_22.html