Wednesday, January 20, 2021

Sunday, January 17, 2021

અસાઇમેન્ટ@Pooja Prajapati (પૂજા પ્રજાપતિ)


  • પ્રત્યાયન માં સંજ્ઞા અને સંકેતો નું મહત્વ
પ્રસ્તાવના:-
                  સૌપ્રથમ પ્રત્યાયન એટલે આપણા વિચારો બીજાને જણાવવા અને બીજાના વિચારો આપણે જાણવાની પ્રક્રિયાને " પ્રત્યાયન " તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યાયન શાબ્દિક રીતે  કરી શકાય છે અને સંજ્ઞા - સંકેતના આધારે પણ કરી શકાય છે. સંજ્ઞા અને સંકેતોના આધારે પ્રત્યાયન ખૂબ સરળતાથી કરી શકાય છે અને આપણા વિચારો બીજાને સમજાવી શકાય છે. પહેલાના સમયમાં જ્યારે કોઈ ભાષાનો વિકાસ ન હતો ત્યારે મનુષ્ય જાતિ સંજ્ઞાના અને સંકેતો દ્વારા પ્રત્યાયન કરતી હશે તેવું માની શકાય.
               અત્યારના સમયમાં પણ કોઈ બે વ્યક્તિ વચ્ચે પ્રત્યાયન ક્રિયા થતી હોય અને બંને વ્યક્તિ એકબીજાની ભાષા સમજી ન શકતી હોય ત્યારે તે સંજ્ઞા અને સંકેતોનો ઉપયોગ કરી એકબીજાની લાગણીઓ સમજી શકે છે.

૧) પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતોમાં કાર્ટૂનનો ઉપયોગ કરી સરળતાથી પ્રત્યાયન કરી શકાય છે અને તેને જુદા જુદા ભાવમાં રજુ કરી શકાય છે.


              
            
              "કાર્ટૂનના પણ બે પ્રકાર છે.એક કાર્ટૂન જેમાં રાજકીય સામાજિક વિષયોને તાકી ટકોર, વ્યંગ , કે કટાક્ષ વ્યકત કરતાં કાર્ટુન તથા વ્યંગ, કટાક્ષ અથવા વક્રતા વિના કેવળ સરળ હાસ્યને રમૂજ પ્રેરતા કાર્ટુન બાળકોથી વૃદ્ધો સુધીની વયનાઓમાં પ્રિય થઈ પડેલી રમૂજી કથાઓવાળી કાર્ટુનસ્ટ્રીટસ  અને હ્યુમરને પામવાની સૂક્ષ્મ સમજણ અને બારીક નિરીક્ષણ શક્તિ માંગી લેતા કાર્ટુન જેમાં માનવજીવનની બહુવિધ વૃત્તિ અને પ્રવૃત્તિઓના તાકતા વિષયો આવરી લેવાતા હોય તેવા તમામ કાર્ટૂન નો સમાવેશ થાય છે."
               પ્રત્યાયનમાં કાર્ટુન અલગ-અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં બાળકોથી માંડીને મોટી વયના લોકોમાં પણ આનંદ જોવા મળે છે.

૨)મનુષ્યો પોતાની રોજબરોજની પ્રવૃત્તિઓમાં પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતોનો ઉપયોગ કરતા હોય છે અને પ્રત્યાયનને કાર્યક્ષમ બનાવે છે.
              "મનુષ્ય સમગ્ર ગતિવિધિ અને એના વિશ્વ પરત્વેના આઘાત પ્રત્યાઘાત પ્રતિકાત્મક હોય છે. માણસને બધી જ પ્રવૃત્તિમાં મોટેભાગે કોઇ ને કોઇ સંકેત હોય છે.કોઈ ઘટના પ્રત્યેની પ્રતિક્રિયા હંમેશા સીધી સાદી હોતી નથી. બીજા પશુઓ અને મનુષ્યની વચ્ચે જે અનેક તફાવતો ગણવામાં આવે છે. એમાંનો આ પણ એક તફાવત છે. માણસ હસી શકે છે, રડી શકે છે, વિચારી શકે છે એવી પર્યાવરણ પ્રત્યે પ્રતિકાત્મક પ્રત્યાઘાત આપી શકે છે."




              માણસો પ્રત્યાયનમાં અલગ-અલગ સાંકેતિક પ્રત્યાઘાતો આપે છે. તેની પ્રતિક્રિયા પણ તેની લાગણી દર્શાવી જાય છે. 

૩)પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતોના ઉપયોગથી પ્રત્યાયન વધુ અસરકારક બનાવી શકાય છે. જ્યારે તે સમજવામાં પણ સરળ રહે છે.
                "કટાક્ષ ચિત્ર પણ વૃત વિવેચનની ત્યાં એક સચોટ બાજુને શોભાવે છે. પાના ભરીને વિવેચન કરતાં એક નાનકડું વ્યંગચિત્ર ઘણીવાર વધારે સુંદર અને સ્પષ્ટ રીતે વસ્તુસ્થિતિનું નિરૂપણ કરી શકે છે. ફૂલછાબનો ચકોર, નવ સૌરાષ્ટ્રનો વિચિત્ર, જન્મભૂમિનો શનિ, ક્રોનીકલનો રાધા, હિન્દુસ્તાન ટાઈમ્સ નો શંકર, પાયોનીયરનો હમીદ, ટાઇમ્સ નો બેન-બેરઈ અને પીંછી ધરો અખબાર સવારીના શોભતા સાજન છે. શંકર એમનો શિરમોર છે. હિંદનો એને લૉ કહીએ તોપણ વધારે પડતું નથી.
                શાબ્દિક પ્રત્યાયન કરતાં અમુક સંજોગોમાં સાંકેતિક પ્રત્યાયન વધુ ઉપયોગી અને પુરવાર નીવડે છે.

૪) પ્રત્યાયન માં સંજ્ઞા અને સંકેતો નું મહત્વ વધારે છે. તે રજુ કરવાની બધી બાબતોને સરળતાથી સાંકળી એક સારો અભિગમ પૂરો પાડે છે.
                 "ઈસપની સીધી સબળ અને નીતિ કથાઓની જેમ કાર્ટુન કે ઠઠ્ઠાચિત્ર કોઈ જાતની લપચપ વિના સીધી,સાદી છતાં સચોટ રીતે પોતાને કહેવાની વાત વાચકને ગળે ઉતરાવી દે છે.ક્યારેક કાર્ટૂનિસ્ટ લોકવાર્તાઓ કે પુરાણના પાત્રો કે વ્યક્તિઓને સાંકળી લઈને પોતાનો સંદેશો પહોંચાડે છે. આમ કાર્ટુન કે ઠઠ્ઠાચિત્ર એ એક વિશિષ્ટ પ્રકારનું કોમ્યુનિકેશન છે."
                   પ્રત્યાયનમાં વ્યંગચિત્રો,કાર્ટુન જેવા સંકેતોના ઉપયોગથી સરળ રીતે સમજણ પડે છે. તેમાં સમયનો વ્યય થતો નથી.

૫)પ્રત્યાયનમાં વિચારશક્તિવાળા માણસો કોઈ લેખ કરતાં સંકેતો કે તસવીરને જોઈને વધારે માહિતી મેળવી શકે છે.
                    "સામાયિકની સામગ્રીને વધુ રસપ્રદ અને જીવંત બનાવવા માટે તસવીરનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. એક લેખ દ્વારા જેટલી વિગતો વાચક પકડીને એટલી વિગતો એક તસવીર દ્વારા કલ્પનાશીલ વાચકને મળે છે. એમાં પણ જો " સંકેતો નું મહત્વ વધારે છે. વિચારશક્તિ પર પણ પ્રભાવ પાડે છે.

સમીક્ષા:-
                    આમ પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતોના ઉપયોગથી અભણ કે ભાષાના ન જાણકાર લોકો ને પણ સારી રીતે માહિતીનું આદાન-પ્રદાન કરી શકાય છે. તેમાં ઓછા સમયમાં અને સરળ રીતે વધારે સારો સંદેશો બનાવી શકાય છે અને પ્રત્યાયનને વધારે અસરકારક બનાવી શકાય છે.જ્યારે પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતોનો ઉપયોગ કરવાથી વ્યક્તિઓની કલ્પનાશક્તિનો વિકાસ કરી શકાય છે.પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતો દ્વારા માહિતીના અર્થને વધારે આકર્ષક રીતે રજૂ કરી શકાય છે. આ રીતે પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતો નું મહત્વ વધારે પ્રમાણમાં રહેલું છે.

        અસાઇમેન્ટ
નામ:-પૂજા  પ્રજાપતિ
વિષય:-પ્રત્યાયનમાં સંજ્ઞા અને સંકેતોનું મહત્વ
રજીસ્ટ્રેશન નંબર:-12005210


- બ્લોગ લખતી વેળાએ બ્લોગમાં થતી ભૂલોને સાચી દિશા તરફ લઈ જઈ  વિદ્યાર્થીને તે બ્લોગ અંગે માર્ગદર્શન આપતા પ્રિય અધ્યાપક શ્રી અશ્વિનકુમારનો હું નમ્ર પણે આદર સત્કાર વ્યક્ત કરું છું.🙏🏻💐

https://ashwinningstroke.blogspot.com/2021/03/blog-post_22.html

https://ashwinningstroke.blogspot.com/2021/03/blog-post_22.html